સહકારી
પ્રવૃત્તિ
પ્રસ્તાવના |
ભારતમાં સહકારી
પ્રવૃત્તિ લગભગ ૧૦૦ વર્ષ
પહેલાં ખેતી માટેનાં ધિરાણની
મંડળીમાંથી શરૂ થઇ. ત્યારબાદ,
પ્રવૃત્તિનાં જુદા
જુદા ક્ષેત્રોમાં અનેક
પ્રકારની મંડળીઓ અસ્તિત્વમાં
આવી છે.
હાલમાં દેશનાં ૭ લાખ ગામો પૈકી ૫.૫૯ લાખ સહકારી મંડળીઓ છે. તેન સભ્ય સંખ્યા ૨૨ કરોડ કરતાં પણ વધારે છે. આમ, ભારતની સહકારી પ્રવૃત્તી તેની કદની દૃષ્ટિએ વિશ્વની સૌથી મોટી પ્રવૃત્તી ગણાય છે. સહકારી પ્રવૃત્તી આપણાં સમાજનાં આર્થિક વિકાસ માટે મહત્વની સંસ્થા બની રહી છે. ત્યારે સહકારી મંડળી એટલે શું ? કોઇપણ કામ સાથે મળીને એકબીજાને મદદ કરીને કરીએ, ત્યારે તે કામ સહકારથી કર્યું ગણાય. આમ તો આપણે બધા કામો માટે એક-બીજાનો સાથ સહકાર જરૂરી છે. પરંતુ, આપણે જે સહકારી મંડળીની વાત કરીએ છીએ તેનાં મુળભુત રીતે એકબીજાને મદદકરીને કામ કરવાનું તો હોય જ છે. જે ઉપરાંત, તેમાં એક સમાન હેતુ સિધ્ધ કરવા માટે લોકો ભેગામળીને અમુક નકકી કરેલા સિધ્ધાંતો અને નિયમો પ્રમાણે કામ કરે છે. અને આવું કામ કરવા માટે એક કાયમી તંત્ર ઉભું કરે છે. આવી રીતે સહકારથી કામ કરનાર લોકોનાં જુથને મંડળી કહેવાય. આવી મંડળીનું બંધારણ હોય છે. નિતિ-નિયમો હોય છે, ચોકકસ હેતુ હોય છે અને તે હેતુને પાર પાડવા માટેનાં ચોકકસ નિયમો હોય છે. તે પ્રમાણે મંડળી કામ કરે છે. આમ, સહકારી મંડળીનો હેતું તેમાં જોડાયેલા લોકોનાં સામાન્ય, આર્થિક, જરૂરીયાતો ઓછામાં ઓછા ખર્ચે પુરી પાડવાનો હોય છે. ધાર્મિક મનોરંજન સમાવતી કે રાજકિય હેતુ માટે મંડળી રચવામાં આવે તો, સહકારી મંડળી બની શકે નહીં. કારણ કે, સહકારી મંડળીની રચનાં તેનાં સભાસદોની આર્થિક અગર સામાજિક કલ્યાણને લગતી જરૂરીયાતો પુરી પાડવા માટે કરવામાં આવે છે. સહકારી મંડળીની રચના તેમાં જોડાતાં લોકોની સ્વેચ્છાએ થાય છે. તેમાં બધા સભાસદો ભેગા મળીને પરસ્પર મદદથી સ્વાશ્રયી થવાનો પ્રયત્ન કરે છે. બધા સભાસદોને સમાન ગણવામાં આવે છે. મંડળનું સંચાલન સ્વશાસનથી થાય છે. અને બધા સભાસદો પોતાની સામાન્ય જરૂરીયાતો મંડળી દ્વારા મેળવે છે. આમ, સહકારી મંડળીએ એવું સંગઠન છે કે જેમાં લોકો પોતાની સામાન્ય આર્થિક જરૂરીયાતો મેળવવા માટે સ્વેચ્છાથી ભેગા મળીને અને સમાનતાનાં ધોરણે સ્વશાસનથી કામ કરે છે. |
શાખાની કામગીરી |
સહકારી મંડળીની
રચના લોકો સ્વેચ્છાએ કરે
છે. પરંતુ, તેનાં
ઉદ્દેશો, સહકારી
પ્રવૃતીનાં સિધ્ધાંતો અને
નિતિ નિયમોને અનુરૂપ રહીને
પાર પાડવામાં આવે છે. તે
માટેની વ્યવસ્થા હોવી જરૂરી
છે. તેની આપણાં
રાજયમાં ’’ગુજરાત સહકારી
મંડળીઓનાં અધિનિયમ-૧૯૬૧’’
ના નામનો કાયદો અમલમાં છે.
આ કાયદા પ્રમાણે રાજય
સરકાર તરફથી રજિસ્ટ્રારની
નિમણુંક કરવામાં આવી છે.
ઉપરોકત કાયદામાં
સહકારી મંડળીની નોંધણી,
કામકાજ, સંચાલન
અને આટોપી લેવા સહિતની વિગતવાર
જોગવાઇઓ કરવામાં આવી છે.
આ કાયદા પ્રમાણે જે મંડળીઓનો હેતુ સરકારનાં સિધ્ધાંતોને અનુરૂપ રહીને સભાસદોનાં કે લોકોનાં આર્થિક હીત સાધવાનો કે સામાન્ય કલ્યાણનો હોય, તેવી મંડળીની નોંધણી સહકારી મંડળી તરીકે થઇ શકે છે. પરંતુ, જે મંડળી આર્થિક રીતે ટકી શકે તેવી ન હોય, જે મંડળીનો ઉદ્દેશ લોકોની વિરૂધ્ધનો હોય અથવા જે મંડળીની નોંધણી કરવાની બીજી કોઇ મંડળી ઉપર પ્રતિકુળ અસર થતી હોય, તેવી મંડળીની નોંધણી કરવામાં આવતી નથી. પ્રાથમિક મંડળીમાં પુખ્ત ઉંમરની કારક કરવા યોગ્ય અને અલગ-અલગ કુટુંબની ઓછામાં ઓછી વ્યકિતઓ હોવી જોઇએ. સૂચિત મંડળીનાં નામે જિલ્લાની મધ્યસ્થ સહકારી બેન્કમાં રૂ. ૫૦૦/- નું બેલેન્સ હોવું જોઇએ. સહકારી મંડળીની નોંધણી કરવા માટે સૌ પ્રથમ જે હેતુ માટે મંડળી રચવાની છે. તેમાં જોડાયેલ લોકોને શું લાભ થશે ? સભ્યોનાં કયા અધિકારો અને ફરજો રહેશે તે લોકોને સમજાવવું જોઇએ. કોઇ એક વ્યકિતને આગેવાન કાર્યકર તરીકે આ કામ કરવું જોઇએ. આવા આગેવાન કાર્યકરને મુખ્ય પ્રયોજક કહેવાય છે. દરેક જિલ્લાનાં જિલ્લા સહકારી સંધમાં જે પ્રકારની મંડળીની નોંધણી કરાવવી હોય, તે પ્રકારની મંડળી માટેનાં નમુનામાં તૈયાર પેટા કાયદા મળે છે. મુખ્ય પ્રયોજકો પોતાનાં જિલ્લાનાં સહકારી સંધમાંથી નમુનાનાં પેટા કાયદાની નકલ મેળવીને સભાસદ થવા ઇચ્છતા લોકોને પેટા કાયદાની સમજુતિ આપવી જોઇએ. ત્યારપછી, સભાસદ થવા ઇચ્છનાર પાસેથી શેરફાળાની રકમ ઉધરાવીને સૂચિત મંડળીનાં નામે જિલ્લાની મધ્યસ્થ બેન્કમાં જમા કરાવવા જોઇએ. મંડળીની નોંધણી માટે એક કાગળ ઉપર સભાસદ થવા ઇચ્છતા લોકોનાં નામ, ઉંમર, ધંધો, આવક, સરનામું વિગેરે લખવું જોઇએ અને બીજા કાગળ ઉપર સભાસદની મિલ્કત વિગેરેની માહિતી આપવી જોઇએ. આમ સૂચિત મંડળીમાં ઓછામાં ઓછા સભ્યો જોડાવા તૈયાર થાય, ત્યારે મંડળની નોંધણી માટે અરજી થઇ શકે. |
ભાણવડ |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સં૫કૅની માહિતી |
||||||||||||
|
||||||||||||
|
||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
No comments:
Post a Comment